“ગુલાબ દિવસ” પ્રેમ અને લાગણીઓની અભિવ્યક્તિ માટેનો ખાસ દિવસ છે, જે每 વર્ષે 7 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ વેલેન્ટાઇન અઠવાડિયાની શરૂઆત કરે છે અને પ્રેમીઓ માટે એક મહત્વપૂર્ણ અવસર છે જ્યાં તેઓ ગુલાબનાં ફૂલો દ્વારા પોતાના પ્રેમનો ઇઝહાર કરે છે. લાલ ગુલાબ પ્રેમનું પ્રતિક છે, જ્યારે ગુલાબનાં અન્ય રંગો મિત્રતા, કૃતજ્ઞતા અને શાંતિ દર્શાવે છે.
આ લેખમાં આપણે “ગુલાબ દિવસ” ની સુંદર શુભેચ્છાઓ, ભાવનાત્મક શાયરી, પ્રેરણાદાયી અવતરણો અને રોચક માહિતી વિશે જાણીશું. જો તમે તમારા પ્રેમી કે પ્રેમિકા, મિત્રો કે પરિવારને ખાસ લાગણીપૂર્વક ગુલાબ દિવસની શુભકામનાઓ પાઠવવા માંગો છો, તો આ લેખ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. ચાલો, ગુલાબના સુગંધભર્યા શબ્દો સાથે પ્રેમભરેલી શરૂઆત કરીએ!
ગુલાબ દિવસ શુભ કામના સંદેશ (Rose Day Wishes)
ગુલાબ દિવસ શુભ કામના સંદેશ
ખીલતા રહે ગુલાબ તમારા જીવન માં, ગુલાબ સરીખું સ્મિત રહે તમારી આંખોં માં, દિલ થી આપું છું ગુલાબ, તમે હંમેશા રહેજો અમારી લાગણી માં..!! 🌹ગુલાબ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા 🌹
જે રીતે ગુલાબ કાંટા ની વચ્ચે પણ હસતું રહે છે, એ રીતે તમે પણ હંમેશા હંસતા રહો એવી દિલ થી, 🌹ગુલાબ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા 🌹
નથી મળી શકાતું રોજ તમને પણ યાદ રોજ કરું છું આ વાત ની યાદ રોજ અપાવવા, તમને આજ Rose આપુ છું..!! 🌹ગુલાબ દિવસ ની શુભ કામના🌹
કાંટા ની વચ્ચે પણ ખીલતું રહે છે ગુલાબ, સુખ અને દુઃખ માં હંસતા રહો તમે પણ, હંમેશા ગુલાબ ની જેમ..!! 🌹હેપી રોજ ડે 🌹
Rose Day Wishes in Gujarati
સુંદર ચહેરો લોકોને આકર્ષિત કરે છે, પણ સુંદર સ્વભાવ લોકોના દિલ જીતી લે છે !! 🌹હેપી રોજ ડે🌹
હંમેશા હંસતા ખીલતા રહો ગુલાબ ની જેમ, તમારા ચેહરા ને હંમેશા હંસતો જોવો, એજ અમારી નેમ !! 🌹હેપી રોજ ડે🌹
જ્યાં રહો ત્યાં ખુશ રહો, અથવા ત્યાં રહો જ્યાં ખુશ રહો !! 🌹Happy Rose Day🌹
મીઠા શબ્દોના ખાલી બે ટીપાં, સંબંધોને પોલીયો થતા અટકાવે છે !! 🌹Happy Rose Day🌹
Rose Day Wishes in Gujarati
હંસી રહે તમારા ચેહરા ની ગુલાબ ની જેમ, હું પ્રેમ થી આપું છું ગુલાબ હંમેશા ની જેમ..!! 🌹ગુલાબ દિવસ ની શુભ કામના🌹
દુનિયાનો ભાર દિલથી ઉતારી દો, નાનકડું જીવન છે યાર હસીને વિતાવી દો !! 🌹હેપી રોજ ડે🌹
લાગણીને ક્યાં પાળ હોય છે, એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે !! 🌹Happy Rose Day🌹
હૈયે પ્રીત, ગળે ગીત અને મુખે સ્મિત, આ છે જીવન જીવવાની સાચી રીત !! 🌹Happy Rose Day🌹
રોજ ડે શાયરી અને અવતરણ (Rose Day Shayari and Quotes)
Rose Day Shayari in Gujarati
તું એટલે મારા દિલ ના બગીચા નું, ખુબ સુંદર ગુલાબ..!! ❤️હેપી રોજ ડે🌹
ગુલાબ ના તો બગીચા હોય છે, પણ મારા દિલ ને ગમે તે, ગુલાબ તો માત્ર તું જ છે..!! ❤️હેપી રોજ ડે🌹
ગાલ ગુલાબી જયારે તારા થયા, તે દિવસ થી અમે તમારા થયા..!! 🌹હેપી રોજ ડે❤️
Rose Day Shayari in Gujarati
એક રોઝ તેમના માટે, જે મળતા નથી રોજ રોજ, પણ યાદ આવે છે દરરોજ..!!
કયારેક ક્યારેક તું એવું કરી લે ને, ગુલાબ આપવાને બદલે મારું દિલ વાંચી લે ને !!
કોઈ રોઝ ડે પર ગુલાબ આપે એ જરૂરી નથી, પણ જિંદગી ભર ગુલાબ ની જેમ હસતા રાખે એ જરૂરી છે..!! 🌹Happy Rose Day❤️
Rose Day Quotes in Gujarati
ગુલાબ નો રંગ ત્યારે ગમે, જયારે તારા પ્રેમ નો રંગ અનુભવાય..!! 🌹હેપી રોજ ડે❤️
ગુલાબ આપવા વાળા તો હજારો મળી જશે, તલાશ એની કરો જે ગુલાબ ની જેમ હસતા રાખે..!!
આંખોથી તમે કરો છો, તે સંવાદ મને ગમે છે, ગુલાબ ની જેમ મેહકતા રાખો છો, તે મને ગમે છે !!
Rose Day Quotes in Gujarati
મારે તો બસ ચપટીભર સ્નેહની તરસ છે, ગુલાબ નો ગુલદસ્તો નહિ, તારા દ્વારા વીણેલું એક ગુલાબ બસ છે..!!
ગુલાબ આપવું પણ એક તહેવાર બની જાય છે, જયારે દિલ ના તાર એક થાય જાય છે..!!
ખુબ સહેલું છે ગુલાબ આપીને કોઈકને ગમી જવું, અઘરું છે ગમતું રેહવું ગુલાબ ની જેમ કાંટા ની વચ્ચે..!!
નથી જોઈતો મારે ગુલાબ નો ગુલદસ્તો, જો તું રાખ સદા મારો ચેહરો હંસતો..!!
સ્નેહની એમાં સુગંધ ભરું છું, સજાવી લાગણીની બુંદોથી, પ્રેમથી તને ગુલાબ અર્પણ કરું છું.
ફૂલ આપું છું ગુલાબ નું દિલ ની જેમ સાચવજો, જે કહી નહિ શકતો એ લાગણી છે, તમે મારી લાગણી સમજો એ મારી માગણી છે..!!
ઈચ્છા તને ગુલાબ આપવાની નથી, પણ ગુલાબ ની જેમ હંમેશા હંસતા રાખવાની છે..!!
જો તમે આ ગુલાબના દિવસે વધુ લવ શાયરી શેર કરવા માંગતા હો, તો આ સુંદર લવ શાયરી વાંચવાનું ભૂલશો નહીં.
500+Gujarati Love Shayari | સુંદર અને આકર્ષક પ્રેમ શાયરી
રોજ ડે કવિતા (Rose Day Poem)
Rose Day Poem in Gujarati
પેહલી મુલાકાત નું પહેલું ગુલાબ યાદ છે, તારા ગાલ નું ગુલાબી થવું યાદ છે, તારી નજરોં ઝુકાવીને ને શરમાવાની અદા યાદ છે, પેહલી મુલાકાત નું પહેલું ગુલાબ યાદ છે ! નથી કોઈ કારણ છતા વરસી જાઉં છું, પેહલા ગુલાબ ને યાદ કરીને થોડો બહેકી જાઉં છું !!
ગુલાબ ને શા માટે પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે ? રોઝ ડે પર શા માટે આપવામાં આવે છે?
ચાલો જાણીએ, ગુલાબને પ્રેમનું પ્રતીક કેમ માનવામાં આવે છે, તેની પાછળની કેટલીક માન્યતાઓ.
-
ગ્રીસ દેશ માં એફ્રોડાઇટ નામની એક ખૂબ જ સુંદર દેવી હતી. તેને સૌંદર્યની દેવી પણ માનવામાં આવતી હતી. એડોનિસ, દેવી એફ્રોડાઇટ નશ્વર પ્રેમી હતો. એડોનિસ અને એફ્રોડાઇટ એકબીજાને ખૂબજ પ્રેમ કરતા હતા. એક દિવસ એડોનિસ જંગલ માં શિકાર કરવા નીકળ્યો અને શિકાર કરતી વખતે માર્યો ગયો, અને એફ્રોડાઇટના ખોળા માં રડતા રડતા મૃત્યુ પામ્યો હતો. દંતકથા અનુસાર, એફ્રોડાઇટના આંસુ અને તેના પ્રેમી, એડોનિસ ના લોહીએ જે જમીનને પાણી આપ્યું ,ત્યાંથી લાલ ગુલાબ ઉગવાનું શરૂ થયું.
-
એક ગ્રીક માન્યતા પ્રમાણે , “Eros “ જેને ગ્રીસમાં પ્રેમના દેવતા કહેવામાં આવે છે, તેના શબ્દો “Rose” માં સમાવિષ્ટ છે અને મળતા આવે છે , તેથી ગુલાબને પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવે છે.
-
હિંદુ માન્યતા અનુસાર, દેવી લક્ષ્મી કે જેને સૌભાગ્ય અને સમૃદ્ધિની દેવી પણ માનવામાં આવે છે તે 1008 નાની લાલ ગુલાબની પાંખડીઓ અને 108 મોટા ગુલાબનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી, અને તે માટે પણ ગુલાબ ને પ્રેમ અને પવિત્રતા ના પ્રતીક તરીકે જોવા માં આવે છે.
-
આજના આધુનિક યુગમાં પણ ફૂલોનો ઉપયોગ લાગણીઓને વ્યક્ત કરવા, ખાસ કરીને પ્રેમ અને રોમાંસ અને પરસ્પર સ્નેહને વધારવા ગુલાબનું ફૂલ અથવા ગુલદસ્તો આપવામાં આવે છે.
તમે બજાર માં વિવિધ રંગોના ગુલાબ જોયા હશે. પરંતુ, શું તમે જાણો છો કે કયા રંગના ગુલાબ કોને અને શા માટે આપવામાં આવે છે?
ચાલો જાણીએ ગુલાબના વિવિધ રંગોનો અર્થ અને રંગ પ્રમાણે કોને ક્યુ ગુલાબ આપી શકાય.
લાલ ગુલાબ (Red Rose)
Rose Day Gujarati
લાલ રંગ પ્રેમ, જુસ્સો, લાગણી અને ઉત્સાહનું પ્રતીક છે. આ ફૂલનો સંદેશ છે “હું તને પ્રેમ કરું છું!” (હું તને પ્રેમ કરું છુ!). પ્રેમી યુગલ એકબીજાને ખાસ દિવસે લાલ ગુલાબ આપીને પ્રેમ ની લાગણીઓ જીવંત રાખે છે. વણસેલા સંબંધો ને વેગ આપવા માટે પણ લાલ ગુલાબ આપવામાં આવે છે. લાલ ગુલાબ સુંદરતા, ઇચ્છા, જુસ્સો અને હિંમતનું પણ પ્રતીક છે.
પીળો ગુલાબ (Yellow Rose)
Rose Day Gujarati
પીળો રંગ એ આશા અને મિત્રતાનું પ્રતીક છે. પીળો રંગ આનંદ, શક્તિ અને જ્ઞાનનું પ્રતીક પણ માનવામાં આવે છે. પીળા ગુલાબ સામાન્ય રીતે શ્રેષ્ઠ મિત્ર અથવા નવા મિત્રને ભેટ તરીકે આપવામાં આવે છે. પીળો ગુલાબ એવા લોકોને આશ્વાસન આપવા માટે આપવામાં આવે છે, જેઓ ઉદાસ અથવા દુઃખી છે.
ઘેરો ગુલાબી ગુલાબ (Dark Pink Rose)
Rose Day Gujarati
ઘેરો ગુલાબી ગુલાબ આભાર અને પ્રશંસાનું પ્રતીક છે, જે કોઈની પ્રશંસા કરવા અથવા આભાર માનવા માટે આપવામાં આવે છે.
આછો ગુલાબી ગુલાબ (Light Pink Rose)
Rose Day Gujarati
આછો ગુલાબી ગુલાબ પ્રશંસા અને નમ્રતા દર્શાવે છે. તમે આ ગુલાબ કોઈને પણ ગુલાબ દિવસની શુભેચ્છા તરીકે આપી શકો છો.
નારંગી ગુલાબ (Orange Rose)
Rose Day Gujarati
નારંગી રંગ એ પીળા અને લાલ રંગનું મિશ્રણ છે. પીળો આશા અને મિત્રતાનું પ્રતીક છે, અને લાલ પ્રેમ અને રોમાંસનું પ્રતીક છે, તેથી જો તમે કોઈ મિત્ર સાથે પ્રેમ અને રોમાન્સ ની લાગણી થી પણ જોડાયેલા હોય તો, તમે આ નારંગી ગુલાબ આપી શકો છો.
હું આશા રાખું છું કે તમે રોઝ ડે માટે આવી રોમાંચક માહિતી અને રોજ ડે ના ઇતિહાસનો આનંદ માણ્યો હશે, અને હું આશા રાખું છું કે તમે આ રોઝ ડે શાયરી અને કોટ્સ તમારા પ્રિયજનો સાથે શેર કરશો અને આ દિવસને ખૂબ જ ખાસ બનાવશો.
Conclusion
આ રીતે “ગુલાબ દિવસ” માત્ર એક દિવસ નથી, પણ પ્રેમ, લાગણીઓ અને સંબંધોની ભાવનાત્મક ઉજવણી છે. ગુલાબનો એક નાનું ફૂલ પણ એવી ઊંડી લાગણી વ્યક્ત કરી શકે છે જે શબ્દોમાં કહી શકાતી નથી. શાયરી અને અવતરણો દ્વારા આપણે આપણા હૃદયની વાત સરળતાથી વ્યક્ત કરી શકીએ છીએ અને આપણા સંબંધીને ખાસ અનુભવ કરાવી શકીએ છીએ.
જ્યારે તમે ગુલાબ દિવસની શુભેચ્છા આપો છો, ત્યારે એમાં તમારું સાચું પ્રેમ અને સ્નેહ ઝલકે તે સૌથી મહત્વપૂર્ણ છે. જો તમે અહીં દર્શાવેલી શુભેચ્છાઓ, શાયરીઓ અને અવતરણોનો ઉપયોગ કરો છો, તો નિશ્ચિત રહો કે તમારા swoich પ્રિયજનોના હ્રદય સુધી પહોંચવાનું એક સુંદર માધ્યમ બની રહેશે.
આ વર્ષે ગુલાબ દિવસને પ્રેમ અને શાંતિથી ઉજવીએ અને દરેક સંબંધમાં સુંદર ગુલાબ જેવું સુગંધિત પ્રેમ ઉમેરીએ.
Read More: Best Good Morning Gujarati Suvichar Text SMS | ગુડ મોર્નિંગ ના સુવિચાર ગુજરાતી